વડોદરામાં યમરાજનો મુખોટો પહેરી જાગૃતિ અભિયાન ચલાવનાર યુવાન બન્યો ચર્ચાનો વિષય બન્યો છે. અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ યુવક દ્વારા કરવામાં આવી રહી છે. ડ્રગ્સ અને નશા માટે ફેમસ ગણાતા ઉડતા પંજાબની જેમ ગુજરાત પણ ઉડતા ગુજરાત ન બને તે માટે તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હોળીના દિવસે ચકચારી હિટ એન્ડ રન ઘટનામાં નશો કરેલી હાલતમાં રક્ષિતે બેફામ કાર હંકારીને 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેના પગલે પોલીસ તંત્ર સજાગ થાય અને ડ્રગ્સના કારોબારને નેસ્તા નાબૂદ કરે તે માંગ સાથે યુવકે કરી આ પહેલ. ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલો પર ઉભા રહીને યુવક ચલાવી રહ્યો છે જાગૃતિ અભિયાન. "ન્યાયનો અનઅધર રાઉન્ડ" લખેલા પોસ્ટર સાથે દેખાવ કરી રહ્યો છે આ યુવક.