આમ તો સેવા નિવૃત્ત થવું એટલે પોતાની નોકરીમાંથી ઉંમર થઈ જતા હવેના દિવસો શાંતિથી અને એક રીતે જોવા જઈએ તો નિરસ રીતે પૂર્ણ કરવા પરંતુ વડોદરામાં એક નિવૃત્તિ વિદાય એવી યોજાઈ જેની ચર્ચા ચારે તરફ થવા લાગી છે.
વડોદરા શહેરમાં આવેલા રાવપુરા પોલીસ મથકમાં ફરજ બનાવતા એએસઆઇ અમરસિંહ વણજારા આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેઓ પરિવાર સાથે ટ્રેડિશનલ પોષાકમાં વાજતે-ગાજતે પોલીસ મથકે આવ્યા હતા. અને પોતાના સાથી પોલીસ જવાનોએ પણ તેમને વધાવ્યા હતા. આ આખો પ્રસંગ જોઈને સૌ મોંમાં આગળા જરૂર નાખી દે અને ખુશીથી ઝૂમી ઉઠે.
રાવપુરા પોલીસ મથકના એએસઆઈ રિટાયરમેન્ટ ફૅરવેલમાં ખાસ શણગારેલા વાહનમાં કાફલો લઈને આવ્યા હતા. પારંપરિક વાજિંત્રોની રમઝટ, પોશાક તેમજ પરિવાર સાથે પોલીસ મથકે આવી પોલીસ મિત્રોને ગળે મળીને યાદોને તાજી કરી હતી. જો કે, આ પ્રસંગે સૌને મોં પર હાસ્ય અને ખુશીની લહેર જોવા મળી રહી હતી.