
Vadodara news: ખડોદરા બાદ ભુવાનગરી ઉપનામ પામી ચૂકેલ વડોદરામાં પડ્યો ફરી ભુવો. શહેરમાં વરસાદનું કોઈ નામોનિશાન નહીંને મુજમહુડાના મુખ્ય માર્ગ પર વધુ એક ભુવો પડ્યો છે. વડોદરામાં શહેરમાં ભુવાઓની હારમાળા છે ત્યાં વધુ એક ભુવો પશ્ચિમ વિસ્તારમાં પડતા નાગરિકો ત્રસ્ત છે. અકોટા મુજમહુડા વિસ્તારમાં વર્ષ-2024માં 17 ભુવા પડ્યા હતા. જે ભુવા પુરવા મહાનગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં વરસાદ ન હોવા છતાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુજમહુડાના મુખ્ય માર્ગ પર ભુવો પડયો હતો. જેને લઈ નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વરસાદ નથી છતાં ભુવા પડવાનો સીલસીલો છે ત્યારે વરસાદ થશે ત્યારે કેવી સ્થિતિ થશે તેવી નાગરિકોમાં ચર્ચા છે. ભુવા પૂરવા પાછળ ભ્રષ્ટ્રાચાર કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. માત્ર 15 દિવસમાં આ જ વિસ્તારમાં છઠ્ઠો ભુવો પડવાની ઘટના સામે સ્થાનિકોએ આક્રોશ દર્શાવ્યો છે. ડ્રેનેજ લાઈનને કારણ ભૂવો પડ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.