વડોદરામાંથી એક માનવતાની કરુણારુપી ઘટના સામે આવી છે. વડોદરામાં ગત 13 જાન્યુઆરીએ તરસાલી માં રહેતા યુવકને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેમાં તબીબો દ્વારા તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેને પગલે પરિવારજનો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને મૃત્યુ પામેલ દિનેશ ભાઈના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો : આવનારા સારા સમયના 7 સંકેતો, જો તમારી સાથે પણ આવી ઘટનાઓ બની રહી છે તો ખુશ રહો
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા એક ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જેને મારફતે હાર્ટને અમદાવાદ, કિડનીને સુરત અને લીવરને આણંદ ખાતે મોકલવામાં આવ્યું હતું. યુવકના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. મૃત્યુ પામનાર યુવકને પરિવારજનોએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. તેમજ ઓર્ગનને હોસ્પિટલથી સત્તાવાર સ્થાને ખસેડવા માટે લઈ જતી વખતે હોસ્પિટલ સ્ટાફ અને અન્ય હિતેચ્છુકો દ્વારા અંગની પેટી પર ફુલોની વર્ષા કરવામાં આવી હતી.