ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાળા નજીક કાર (CAR Accident)નો ઝાડ સાથે અક્સ્માત થયા બાદ કાર ભીષણ આગ લાગી હતી. જોકે, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો છે. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કાર આગમાં સળગીને ખાખ થઈ ગઈ છે.
કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી
મળતી માહિતી અનુસાર, ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાડાથી આગળ પેટ્રોલ પંપની સામે આજે (13મી અપ્રિલ) સવારે કારની વૃક્ષ સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર થયા બાદ કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગને કાબૂમાં લીધી હતી.
કાર ચાલકને ઝોંકુ આવી જતા ઘટના ઘટી હોવાની ચર્ચા
નર્મદા (Narmada) પરિક્રમાથી પરત ફરતા દંપતિને અકસ્માત નડ્યો હતો.108 એમ્બ્યુલન્સ મારફતે બે વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ છે. કાર ચાલકને ઝોંકુ આવી જતા ઘટના ઘટી હોવાની ચર્ચા છે. જોકે, તપાસ બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે.