
વડોદરામાં સતત બીજા દિવસે આકસ્મિક મોતની ઘટના બની છે. વડોદરામાં GSTRC બસે બાળકને કચડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ કરૂણ દુર્ઘટનામાં બાળકનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે.
વડોદરામાં સતત બીજા દિવસે આકસ્મિક મોતની ઘટના સામે આવી છે.. ગઇ રાત્રે થાર ગાડી દ્વારા અકસ્માત અને આજે સલામત સવારી ગણાતી GSTRC બસે એક બાળકનો ભોડ લીધો છે. વડોદરાના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે છોટાઉદેપુર થી અમદાવાદ જતી હતી એસ.ટી બસે માસુમને અડફેટે લીધો હતો જેમાં ઘટનાસ્થળે બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ગત રાત્રીએ પણ એક કાર ચાલકે યુવકને અડફેટે લેતા તેનું મોત થયું હતું.
એક તરફ પોલીસ રાષ્ટ્રીય સલામતી માસ સમાપનનો કાર્યક્રમ કરી રહી છે બરાબર ત્યારે આ ઘટના બની છે.