મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ આરોપ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકારી તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જો બ્રિજ ભયજનક હોય તો તેને બંધ કરવો જોઈએ. સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. તો બીજી તરફ આ દુર્ઘટના કઈ રીતે થઈ તેની યોગ્ય તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અમતિ ચાવડાએ ચાબખા માર્યા હતા કે શા માટે સરકાર વહેલા કેમ નથી જાગતી.