વડોદરાના સમા રોડ ઉપર આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી વસારે નિત્યક્રમ મુજબ સ્કૂલ ચાલુ થઈ હતી. ત્યાર બાદ આવો મેઈલ આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે સ્કૂલમાં પ્રાઈઝ ડિસ્ટ્રિબ્યુસનની સ્પેશિયલ ઈવેન્ટ હતી ત્યારે જ આવો મેઈલ આવતા દોડધામ મચી હતી. સ્કૂલમાં તાત્કાલિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દોડી આવી હતી.
વડોદરાના સમા રોડ ઉપર આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ દોડી આવી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જ્યારે સાવચેતીના પગલાં રૂપે સ્કૂલમાં રજા આપી દેવામાં આવી છે. વાલીઓ સ્કૂલમાં પોતાના સંતાનોને લેવા દોડી આવ્યા હતા. સ્કૂલને આવો ઈમેલ ક્યા id પરથી આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. સ્કૂલને કોર્ડન કરીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.