Home / Gujarat / Vadodara : helmets with 8-hour battery backup provided

VIDEO: વડોદરામાં પોલીસને ગરમીમાં થશે ઠંડકનો અહેસાસ, 8 કલાકની બેટરી બેક અપ ધરાવતા અપાયા હેલ્મેટ

રાજ્યમાં એક તરફ કાળજાળ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે ગરમીમા ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને ફરજ દરમિયમ ગરમી ન લાગે તે માટે AC હેલ્મેટ આપવામાં આવી છે. વડોદરા પોલીસ પોલીસનો ઉત્કર્ષ માનવતા વાદી અભિગમ સામે આવ્યો છે. બપોરે ગરમીથી બચી ટ્રાફિકની સેવા પૂરી પાડવામાં આ હેલ્મેટ મદદરૂપ બને છે. હેલ્મેટમાં 8 કલાકનું બેટરી બેક અપ છે. હેલ્મેટ પહેરવામા એકદમ સરળ છે. હેલ્મેટ પહેરવાથી ગરમીથી રાહત મળી શકે છે. ટ્રાફિક પોલીસની સાથે Vtteના જવાનોને પણ આ હેલમેટ આપવામા આવી છે. Vtteના 42 જવાનોને પણ એસી હેલ્મેટ અપાઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગરમીથી રાહત મળે તે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon