વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામ પાસે આવેલા નિરમા કેનલ નજીક એક ખાનગી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી. પ્રાપ્ત માહિતી મુજબ, PI Poly Benz નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ધુમાડાના ગોટે ગોટે દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ અગ્નિશામક વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટર ટિમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અત્યારસુધીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે, જોકે સૌભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, તેવું પણ જાણવા મળ્યું છે. આગ કેવી રીતે લાગી તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.