
ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી છે.
ડભોઇના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉર્ફ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વડોદરાના ભાયલી વિસ્તારમાં મુસ્લિમોને રહેણાંક પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. આ સાથે જ આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે.
ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ભાયલી વિસ્તારમાં મુસ્લિમોને રહેણાંક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ભાયલીમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો તાંદલજાથી આગળ વધી રહ્યાં હોવાની રજૂઆત પણ કરી છે. આ સાથે જ ધારાસભ્યએ હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી દહેશત ફેલાવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ભાયલી તરફ વધતી તાંદલજાની વસ્તી ચિંતાનો વિષય હોઇ લઘુમતીઓની વધતી વસ્તીને કારણે ભાયલીના વિકાસ પર અસર થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ સરકારી આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરવાની પણ માંગ ધારાસભ્યએ કરી છે.
અશાંતધારો ક્યારે લાગુ કરાયો
ગુજરાતમાં 1991ના તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગીય ચીમનભાઇ પટેલે 1986ના અશાંતધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી. જે વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો કલેક્ટરને જાણ કકવી પડે છે. સાથે જ મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગતો પણ આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો નક્કી ગણાય છે.