
Ahmedabad plane crash: આજથી એક દિવસ અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ હતભાગી વિમાન અકસ્માતમાં વડોદરાના નેન્સીબેનનું પણ મોત થયું હતું. તેઓ પોતાની બે વર્ષની દીકરીની બાબરી વિધિ પૂર્ણ કરી લંડન જઈ રહ્યા હતા.
મળતી વિગતો અનુસાર, વડોદરામાં રહેવાસી નેન્સીબેન પોતાની બે વર્ષની વ્હાલયોસી દીકરીની મૂંડન વિધિ પતાવીને તેના દાદા-દાદી પાસે છોડીને લંડન જવાના હતા ત્યારે અમદાવાદમાં એક દિવસ અગાઉ 12મી જૂન ગુરુવારે બપોરના 1.38 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી લંડન જવા ઉપડેલી એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા બે વર્ષની દીકરીના માતા નેન્સીબેનનું અકાળે અવસાન થયું હતું.
આ દુર્ઘટનાની જાણ થતા નેન્સીબેન પટેલના પિતા લંડનથી વડોદરા અમદાવાદ આવ્યા અને તેઓના ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતદેહ જલ્દી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બે વર્ષની નાની દીકરી સતત તેની માતા પાસે જવાનો આગ્રહ રાખે છે જેથી પરિવારજનો શોકમાં છે. જે દીકરી પોતાની માતાથી એક મિનિટ પણ દૂર રહી શકતી નથી, તે સતત પોતાની માતાને યાદ કરતી રહે છે. અને પૂછી રહી છે માતા ક્યારે આવશે. માંડ બે વર્ષની દીકરીની કાકલૂદી ભરી વિનંતી પરિવારને મૂંઝવણમાં મૂકી રહી છે. જો કે, હાલ તો પરિવાર નેન્સીબેન ઓફિસ ગયા હોવાનું કહીને નાની દીકરીને જેમતેમ સમજાવી રહ્યા છે. મૃતક નેન્સીબેનના પતિ
આવતીકાલે આવે તેવી શક્યતા છે.