વડોદરા રેલવે પોલીસે ઓડિશાથી લાવવામાં આવતા ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વડોદરા રેલવે પોલીસે 18 કિલોના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
18 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ
મળતી માહિતી અનુસાર, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવક બિસિકેશન બેહેરધેલાઇની ટ્રોલી બેગ રેલવે પોલીસે ચેક કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો. રેલવે પોલીસે બે લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઓડિશાના બિસિકેશનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
રેલવે પોલીસે આ યુવક ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જઇ રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.