Home / Gujarat / Vadodara : Surti family returning from Pavagadh meets with accident, 3 die

પાવાગઢથી પરત ફરતા સુરતી પરિવારને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા

પાવાગઢથી પરત ફરતા સુરતી પરિવારને નડ્યો અકસ્માત, 3ના ઘટનાસ્થળે મોત, 5ને ઈજા

રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરાના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવે પરથી નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon