વડોદરાના રાવપુરા પોલીસ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જતો વીડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. યુવક ઘરમાં મગજમારી કરતો હોવાથી યુવકની પત્નીએ ફોન કરીને પોલીસ બોલાવી હતી. પોલીસે વાયરલ વીડિયો મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, આ યુવક ઘરમાં પત્ની સાથે બબાલ કરતો હતો. જેથી પત્નીએ પોલીસને ફોન કરતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પત્નીને પરેશાન કરતો યુવક પોલીસ સ્ટેશન આવવાની ના પાડી હતી જેથી પોલીસે ટીંગા ટોળી કરી યુવાનને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.