
વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની પ્રિન્સિપાલને ઇ-મેઈલ મળતાં સ્કૂલનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઇ-મેઈલ મળ્યો હતો.
બોમ્બ સ્કવોડની ટીમ સાથે પોલીસે ચેકિંગ શરૂ
આ ઇ-મેઈલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડની ટીમ સાથે પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. નવરચનાની ત્રણેય સ્કૂલમાં પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વાકા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે.
બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી
જોકે હાલમાં પણ તપાસ ચાલી રહી છે અને બોમ્બની ધમકી વચ્ચે બાળકોને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં નવરચના યુનિવર્સિટી, સમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયનો સમાવેશ થાય છે.