
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટી પાસે SUV કારચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે. હાઈસ્પીડ કાર ચલાવી રહેલા કારચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકો મોત નીપજ્યું છે. મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે.
SUV ચાલક નશાની હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે સેડાન ચાલકની ધરપકડ કરી છે. તેના સાથી મિત્રની શોધખોળ ચાલુ છે.
નશામાં ધૂત સેડાન ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે.