ગુજરાતના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ થતા વાહનો નદીમાં ખાક્યા હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.
મહિસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો
જોકે આ બ્રિજમાં ભંગાણ કઈ રીતે થયું અને કેટલાક વાહનો નદીમાં ખાબક્યા તેની તપાસ શરૂ થઈ છે. મહિસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો હતો. વહેલી સવારે 7.00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં 4ના મોત થયા છે. રેસ્ક્યુ ટીમે 4 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ
માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.
મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે