વડોદરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક આ ઘટના બની હતી. જ્યાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં 5 જેટલાં લોકો કચડાઈ ગયાનો દાવો કરાયો છે. જોકે હાલ એકના મોતની પુષ્ટી થઇ છે.
મૃતક અને ઘાયલોમાં કોણ કોણ સામેલ?
અત્યાર સુધી મળતી માહિતી મુજબ મૃતકમાં હેમાલીબેનનું નામ સામે આવ્યું છે જે ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. મૃતકાંક વધવાની પણ શક્યતા છે.