વડોદરામાં આવેલી ગોત્રી સરકારી હોસ્પિટલ જાણે કે ચોરોનો અડ્ડો બની ચુકી છે. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલ ચોરી કરતા ત્રણ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
છેલ્લા ઘણા સમયથી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ ચોર થવાની બુમો ઉઠી રહી છે. ગોત્રી સરકારી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં મોબાઈલ ચોરીની ઘટના બની હતી. જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને ઠીક થવાના બદલે પોતાનો સામાન ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સામાન્ય સુરક્ષાને લઈને અનેક સવાલો થા છે. સિક્યુરિટી દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે.