પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા હતા જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.આ મામલે સરકારનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારના મંત્રીએ જણાવ્યું કે બ્રિજનો સ્બેલ ધરાશાયી થતા વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મોત અને 5 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને સારવાર આપીને રજા આપી છે.
જ્યારે પણ જરૂર લાગી ત્યારે બ્રિજને મેન્ટેઈન કર્યો
આ બ્રિજ 1985માં બનાવવામાં આવ્યો હતો. જ્યારે જરૂર પડી ત્યારે બ્રિજની મરામત કરવામાં આવી હતી. જો કે કમનસીબી એ થઈ કે આ દુર્ઘટના સર્જાઈ. જોકે સરકારે 212 કરોડનું નવા બ્રિજનું ટેન્ડર પણ પાસ કર્યું છે. તો બીજી તરફ જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે સમારકામ કરી છે.
આ દુર્ઘટના કેવી રીતે થઈ તે મામલે નિષ્ણાંતોની ટીમને મોકલામાં આવી
જો કે આ દુર્ઘટના કેવી રીતે થઈ તે મામલે નિષ્ણાંતોની ટીમને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવી છે. જે તપાસ કરશે કે દુર્ઘટના કેવી રીતે થઈ. તો બીજી તરફ રાજ્યમાં ટેકનીકલ ખામી વાળા જે પણ બ્રિજ હોય તેની ખરાઈ કરીને નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે.