Home / Gujarat / Vadodara : What did the driver Rakshit Chaurasia, who caused the accident, say

VIDEO: વડોદરામાં અકસ્માત સર્જનાર કારચાલક રક્ષિત ચોરસિયાએ શું કહ્યું

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું  ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુવકોએ હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો

વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે.  મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો રિપોર્ટ પણ જલદી મેળવવામાં આવશે.

મૃતક અને ઘાયલોમાં કોણ કોણ સામેલ? 

મળતી માહિતી મુજબ મૃતકમાં હેમાલીબેનનું નામ સામે આવ્યું છે જે ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે. મૃતકાંક વધવાની પણ શક્યતા છે.  

વડોદરામાં નબીરાએ કારથી ચારને કચડ્યાં, 'નિકિતા મેરી... ૐ નમ:શિવાય' ની બૂમો પાડવા લાગ્યો 3 - image

ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યો 

આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરતો નાસી જતો દેખાય છે અને તે કહી રહ્યો છે કે મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઇ જાય છે. જોકે જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતરે છે અને પછી ૐ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગે છે. તે કારમાંથી ઉતરતાં જ 'નિકિતા મેરી... અંકલ.... ઓમ નમઃ શિવાય....' જેવી બૂમો પાડવા લાગ્યો હતો. 

Related News

Icon