વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મનાલા ગામમાં ભારે વરસાદથી રસ્તા તારાજ થયા છે. દર્દીને લેવા જતી 108 એમ્બ્યુલન્સ રસ્તામાં આવેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. ગામમાં સુવિધા વિનાના ઉબડખાબડ માર્ગોનું પરથી દર્દીને સમયસર સારવારમાં પહોંચાડવામાં વિલંબ થયો હતો. બીજી તરફ રસ્તામાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને બહાર કાઢવા માટે ગામના સ્થાનિક લોકો દોડી આવ્યા, દોરડાં અને ધક્કામુક્કીથી વાહનને બહાર ખેંચ્યું હતું.એમ્બ્યુલન્સ ફરી શરૂ કરી દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી.