
વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી, ધરમપુર નગર પાલિકાની આગામી તા 16 મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે.જેની ગત મંગળવારના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી જાહેર થતાં જ આ વિસ્તારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક આવ્યો સામે, પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકે કર્યો આપઘાત
143 પ્રચાર સામગ્રી દૂર કરાઈ
પારડી પાલિકા વિસ્તારમાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા જાહેર સ્થળો અને ખાનગી સ્થળોથી હોડિંગ્સ , પોસ્ટરો તેમજ દીવાલ પર દોરેલા ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં બે દિવસમા અંદાજેં 143 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. અને હજી આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આચારસંહિતાનું અમલીકરણ
આદર્શ આચારસંહિતાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની તૈયારીઓ આદરી દેવામાં આવી છે.