
રાજ્યના વલસાડમાંથી આધાર કાર્ડ કચરામાંથી મળી આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વલસાડના હાલર રોડ પર કચરાના ઢગલામાં આધાર કાર્ડ રઝળતા જોવા મળ્યા હતા. જો કે આ આધાર કાર્ડ કચરાના ઢગમાં કોણ નાખી ગયું, ક્યાંથી આવ્યા તે પણ કોઈને ખબર નથી. બીજી તરફ આ આધારકાર્ડનો વપરાશ ગુના માટે પણ થઈ શકે છે.
આ આધારકાર્ડ જથ્થામાં પડ્યા જોવા મળ્યા
તો બીજી તરફ આ આધારકાર્ડ જથ્થામાં પડ્યા જોવા મળ્યા હતા. જથ્થામાં 20થી 30 આધારકાર્ડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઘટના પરથી કહી શકાય કે પોતાના આધાર કાર્ડની કોપી ક્યાં આપો છો અને શું ઉપયોગ માટે આપો છો એ જાણી પરત લેવાની જવાબદારી પણ લોકોએ સમજવી પડશે.