
વલસાડ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પેહલા ભાજપે મોટો ખેલ પાડ્યો છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના 4 સભ્યોની પેનલ બિનહરીફ વિજયી બની છે.
વલસાડ નગરપાલિકા ભાજપના 3 સભ્યો પહેલા જ બિનહરીફ થયા હતા ત્યારે આજે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર માનવ પરમારે પોતાનું ફોર્મ પરત ખેચ્યું છે. માનવ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. માનવ પરમારે ફોર્મ પરત ખેચતા ભાજપની પેનલ બિનહરીફ વિજયી બની છે. વલસાડ ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.