વલસાડ શાકમાર્કેટ ખસેડવાના વિરોધમાં વેપારીઓએ રેલી કાઢવાનું આયોજન કર્યું હતું. વેપારીઓ શાકમાર્કેટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાના હતાં. જો કે, રેલી નીકળે તે પહેલાં જ પોલીસ દ્વારા રેલીને અટકાવી દીધી હતી. શહેરના મધ્ય વિસ્તારમાં જગ્યા ફાળવવા બાબતે વેપારીઓ માગ કરી રહ્યા છે.જિલ્લા કલેકટર દ્વારા અન્ય સ્થળે જગ્યા ફાળવવાને લઈને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થતાં પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને રેલી અટકાવવામાં આવી હતી.ત્યારે વેપારીઓએ રજૂઆત કરવાની સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતાં.