
Heart attack : રાજ્યમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાનો ક્રમ યથાવત છે. વલસાડમાં RPF સબ ઇન્સ્પેક્ટર તેમજ દેવભૂમિ દ્વારકામાં એક 21 વર્ષીય યુવતીની હાર્ટએટેકથી મોત થયાના સમાચાર છે.
વલસાડ RPF કેમ્પસમાં ઈશ્વરસિંહ નામના એક સબ ઇન્સ્પેક્ટરનું હાર્ટએટેકના મોત નીપજ્યું હોવાની આશંકા છે. ઈશ્વરસિંહ મૂળ રાજસ્થાનના હનુમાન ગઢના મહેરિયાના રહેવાસી હતા. તેઓ ટ્રેનિંગ માટે વલસાડ RPF કેમ્પમાં આવ્યા હતા. કેમ્પમાં કસરત કરતી વખતે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુરમાં વાડીમાં રહેતી 21 વર્ષીય યુવતીનું હાર્ટએટેકથી મોત થયુ છે. હર્ષદપુરમાં વાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષના હિનાબહેન નકુમને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ થોડા સમયમાં મોત થયું હતું.