
પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશ છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અલોક કંપનીમાં બોમ્બ મૂકવાની ધમકી મળી હતી. વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો કે કંપનીમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.
અફવા થઈ સાબિત
આ મેસેજ મળતાં જ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક કંપની પર પહોંચ્યો હતો. પોલીસે કંપનીમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીમાં કોઈ બોમ્બ મળ્યો ન હતો અને આ મેસેજ માત્ર અફવા સાબિત થયો હતો. વાપી ટાઉન પોલીસે આ ખોટો મેસેજ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે આવી અફવાઓ ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.