મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન છે.કડીમાં ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે. જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા..સામે કોંગ્રેસના રમેશ ચાવડા ચૂંટણી મેદાને છે. તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી છે.
કડીના કુંડાળની પ્રાથમિમક શાળામાંથી ઝડપાયો બોગસ એજન્ટ
મહેસાણાના કડીમાં સવારથી જ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી કડીના કુંડાળ ગામની પ્રાથમિક શાળામાંથી બોગસ એજન્ટ ઝડપાયો હતો, મતદાન મથક 160/295માંથી આ એજન્ટ ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે બોગસ એજન્ટ મત કેન્દ્રમાં ઝપાઝપી થઈ હતી, જો કે તે તકનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો આ બોગસ એજન્ટને કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ઝડપ્યો હતો.