Home / Gujarat / Junagadh : VIDEO: Bridge collapses in Ajak village of Mangrol

VIDEO: માંગરોળના આજક ગામનો પુલ ધરાશાયી, પસાર થતા કેટલાક લોકો પાણીમાં ખાબક્યા

ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી હતી, આ દુર્ઘટનામાં 20 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે આવી જ એક દુર્ઘટના  જુનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામમાંથી સામે આવી છે. આજક ગામનો પુલ તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. આજક ગામે આત્રોલી ગામેથી કેશોદ તરફ જતા રોડ ઉપર પુલ તુટ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પુલ કેશોદને માધવપુર સાથે કનેક્ટ કરે 

આ પુલ કેશોદને માધવપુર સાથે કનેક્ટ કરે  છે, જે વચ્ચે આજક ગામપાસે આવેલો છે. ઉલ્લેખનીય છે કે  આજે પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યો હતો, તે સમયે જ અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો હતો. તૂટેલા પુલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો બૂમા બૂમ કરે છે. 

આ પુલનો સ્લેબ પડતા હીટાચી મશીન અંદર ખાબકયુ

તો બીજી તરફ હીટાચી મશીન ચાલતું હતું તે સમયે કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આ પુલનો સ્લેબ પડતા હીટાચી મશીન અંદર ખાબકયુ હતું જ્યારે પુલ ઉપર ઉભેલા લોકોપણ અંદર ખાબક્યા હતાં પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન‌હોતી.

બ્રિજ પહેલાથી જર્જિરત હતો : ધારાસભ્ય 

આ મામલે  ધારાસભ્યનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા. 

Related News

Icon