ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને મામલે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું, "પાકિસ્તાન અવળચંડાઇ કરી રહ્યું છે જેનો જવાબ ભારતીય સેના આપી રહી છે. પાકિસ્તાને આતંકીઓના જનાજા સાથે પોતાના સૈનિકો મોકલીને સાબિત કર્યું કે તે આતંકવાદને પોષે છે. લોકોએ સેનાનું મનોબળ વધારવા પ્રયાસ કરી આદેશોનુંપાલન કરવું જોઈએ. લોકોએ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો વાયરલ કરવાથી બચવું. અત્યારે બે જ પાર્ટી છે, ભારત અને પાકિસ્તાન."