Home / Gujarat / Gandhinagar : Chief Minister takes dig at officials over broken roads and damaged bridges

Gujarat news: તૂટેલા રસ્તા અને ક્ષતિગ્રસ્ત પુલ મામલે મુખ્યમંત્રીએ લીધો અધિકારીઓનો ઉધડો, મ્યુનિ કમિશ્નરોને આપી કડક ચેતવણી

Gujarat news: તૂટેલા રસ્તા અને ક્ષતિગ્રસ્ત પુલ મામલે મુખ્યમંત્રીએ લીધો અધિકારીઓનો ઉધડો,  મ્યુનિ કમિશ્નરોને આપી કડક ચેતવણી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તા અને હાઈવે પણ તૂટ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  ચોમાસામાં તૂટેલા રસ્તા અને ક્ષતિગ્રસ્ત થયેલા પુલ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રસ્તા રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા

લોકોનારોષ બાદ ડેમેજ કંટ્રોલ માટે બેઠકમાં CMએ કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવા અને રસ્તા રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશ્નરોને કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં નહિ લેવાય, તો અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે.

83  કિલોમીટર જેટલા નેશનલ હાઈવે ધોવાયા

 સરકારે સ્વીકાર્યું કે પ્રદેશમાં 83  કિલોમીટર જેટલા નેશનલ હાઈવે ધોવાયા છે. CMએ રજા હોય તો પણ રિપેર કામ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. ડિફેક્ટ લાયાબિલિટી હેઠળ કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરવા અને નગરો-મહાનગરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાનું કાયમી નિવારણ માટે લાંબાગાળાના ઉપાયો યોજવા પણ સૂચન કર્યું છે. સમારકામમાં ગુણવત્તા જળવાઈ રહે અને જનજીવનમાં રૂકાવટ ન આવે એ સુનિશ્ચિત કરવા CMએ ભાર મૂક્યો છે.

Related News

Icon