રાજકોટના AIIMS નજીક દીપડો દેખાયો હતો. AIIMS નજીક આવેલ પરાપીપળિયા ગામે દીપડો દેખાયો હતો જેણે એક ભૂંડ અને બકરીનું મારણ કર્યું હતું. ગ્રામજનોએ દીપડાએ જોયા હોવાનો દાવો કર્યો હતો. ખેતરમાં દીપડાના ફૂટ પ્રિન્ટ જોવા મળ્યા હતા. પરા પીપળીયા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પરા પીપળીયા ગામ પાછળ જ AIIMS હોસ્પિટલ
પરા પીપળીયા ગામ પાછળ જ AIIMS હોસ્પિટલ આવેલ છે. તે રસ્તામાં પણ દીપડ઼ો દેખાયો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ત્રણ બકરા , બે ભૂંડ, ચારથી વધુ કૂતરાનું દીપડો મારણ કરી ચૂક્યું છે. તો બીજી તરફ ખેતરમાં ગ્રામજનો પણ જતા ડરી રહ્યા છે.