
અમેરિકા ઈઝરાયલને હમાસ સાથે સમજૂતી કરવાનું દબાણ બનાવી રહ્યું છે. હમાસ પણ કહી રહ્યું છે કે, સીઝફાયર કરવામાં આવશે. સાથે જ યુદ્ઘને પૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવશે. પણ આ કેવી રીતે શક્ય થશે? આ પ્રશ્ન હજુ ઉભો છે.એનું કારણ છે કે ઈઝરાયલ સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે. પાછલા દિવસોમાં ઈઝરાયલે ગાઝા પર 26 હુમલાઓ કર્યા, જેમાં લગભગ 300 લોકોના મોત થયા. એક રિપોર્ટ અનુસાર 48 લોકો તો એવા છે જે રાહત સામગ્રી માટે રાહ જોઈ રહ્યાં હતાં અને એ દરમિયાન થયેલા હુમલામાં તેમના મોત થયાં.
શુક્રવારે સવારથી જ 73 લોકોના મોત થયા છે. આટલું જ નહીં ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશનને જેને અમેરિકાનું સમર્થન છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ સિવાય એક ટેંટમાં થયેલા હુમલામાં દક્ષિણ ગાઝાના અલ મવાસીમાં રહેતા 13 લોકોના મોત નિપજ્યાં હતાં. મુસ્તફા હાફિજ સ્કૂલમાં પણ 16 લોકોના મોત થયા હતાં. અહીં મોટી સંખ્યામાં ગાઝા પશ્ચિમમાં આવેલા શરણાર્થીઓ રહેતા હતા.
ત્યારે હવે અમેરિકાએ ઈઝરાયલને સલાહ આપી કે, તે હવે 60 દિવસમાં સીઝફાયર હમાસ સાથે કરે. જો કે, બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે અમે ત્યાં સુઘી સીધફાયર નહીં કરીએ જ્યાં સુધી ગાઝાથી હમાસસ્તાને ખતમ નહીં કરીએ. એવામાં ઈઝરાયલ સીઝફાયર માટે રાજી થાય એવી શક્યતાઓ ઓછી છે.