
Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક પાલતું શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો જેમાં બાળકીનું નિધન થયું હતું. એવામાં બાળકી પર હુમલો કરનાર રોટ વિલર ડોગનું પણ નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રોકી નામના રોટ વીલર ડોગનું વેટરનિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 13 મેના રોજ શ્વાનને CNCD વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવ્યું હતું.
શ્વાનનું રજીસ્ટ્રેશન માલિકે ન કરાવ્યું હોવાથી શ્વાનને કબ્જે કરવામાં આવ્યું હતું. રોટ વિલર ડોગને બ્લડ પ્રોટોઝુઆથીની બીમારી હતી. શ્વાન માલિક દિલીપ પટેલ સામે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પાલતું શ્વાનના મોત મામલે AMC સત્તાવાર જાહેરાત કરશે.