શું તમે જાણો છો કે જે ઠંડુ પાણી તમને ગરમીથી થોડી સેકન્ડ માટે રાહત આપે છે, તે તમારા સ્વાસ્થ્યને લાંબા ગાળા માટે નુકસાન પણ પહોંચાડે છે? ઠંડુ પાણી જેટલું રાહત આપે છે, તેટલું જ તે તમારા શરીર પર ચૂપચાપ આડઅસરો પણ પેદા કરે છે. તમારા પાચનતંત્રને અસર કરવા ઉપરાંત તે તમારા હૃદયના સ્વાસ્થ્ય અને શરીરના તાપમાન પર પણ પ્રતિકૂળ અસર કરે છે. તેથી જો તમે ઉનાળામાં દિવસમાં ઘણી વખત ફ્રીઝનો દરવાજો ખોલો છો, તો થોડી રાહ જુઓ! કારણ કે આજે તમને ઠંડુ પાણી પીવાના 5 એવા ગેરફાયદા જણાવશું, જે તમને વિચારવા માટે મજબૂર કરશે.

