Home / Lifestyle / Health : It is extremely harmful for the heart.

Health Tips : આ બે વસ્તુનું ન કરો સેવન, Heart માટે છે અત્યંત નુકસાનકારક

Health Tips : આ બે વસ્તુનું ન કરો સેવન, Heart માટે છે અત્યંત નુકસાનકારક

એક તરફ ઘણા બધા ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, તો બીજી તરફ કેટલાક ખાદ્ય પદાર્થો એવા પણ છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આજકાલના જંક ફૂડ ખાવાથી આપણા શરીરના દરેક અંગો પર ખરાબ અસર પડી જ રહી છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ખાવાથી સીધી આપણા હૃદયના સ્વાસ્થ્ય પર અસર પડે છે. જોકે, આ વસ્તુઓમાંથી બે વસ્તુઓ એવી છે જેને ખાવા માટે આરોગ્ય નિષ્ણાતોએ ઈનકાર કર્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે. આ 2 વસ્તુઓ વધુ ખાંડવાળો સોડા અને પ્રોસેસ્ડ મીટ છે. આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી આ બંને વસ્તુઓ વિશે ચેતવણી આપી રહ્યા છે. વધુ પડતી ખાંડ હૃદય અને બ્લડ વેસલ્સમાં સોજાનું કારણ બની શકે છે, જ્યારે પ્રોસેસ્ડ માંસ બ્લડ પ્રેશર વધારી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મીઠા પીણાં પીવાથી અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી હૃદય રોગનું જોખમ વધે

2,00,000થી વધુ લોકો પર 30 વર્ષ સુધી કરવામાં આવેલા એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે મીઠા પીણાં પીવાથી અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે. સંશોધકોના મતે જો લોકો પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોય તો મીઠા પીણાં અને પ્રોસેસ્ડ મીટથી દૂર રહેવું જરૂરી છે. જો તમે આ બે ફૂડ્સ નિયમિતપણે ખાઓ છો, તો તમારા હૃદયમાં દુ:ખાવો થઈ શકે છે. એટલું જ નહીં હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા અને લાંબુ જીવવા માગતા હોય, તો તાત્કાલિક આ બે વસ્તુ ખાવાનું બંધ કરી દો. 

Related News

Icon