Home / Gujarat / Anand : Driver flees after hitting bike near Bamangam in Ankalaw, 3 injured

Anand news: આંકલાવના બામણગામ પાસે બાઈકને ટક્કર મારી વાહન ચાલક ફરાર, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

Anand news: આંકલાવના બામણગામ પાસે બાઈકને ટક્કર મારી વાહન ચાલક ફરાર, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતનો વધુ એક બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. આણંદના આંકલાવના બામણગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે આંકલાવના  બામણગામ રોડ પર આવેલા અંબાકુઈ પાસે ગંભીર  અકસ્માત સર્જાયો હતો.  અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા હતા. આ અકસ્માતની દુર્ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા 

પ્રાથમિક અહેવાલ પ્રમાણે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં  અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર 3 યુવાનનોના ઘટના સ્થળ પર જ  મોત નિપજ્યા છે.

મૃતક યુવાનો પાદરાના મુજપુર ગામના રહેવાસી

મૃતક યુવાનો પાદરાના મુજપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Related News

Icon