
રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતવાસીઓ માટે ખરાબ સમાચાર છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે સાથે જ ગરમ ફૂંકાતા પાવનનો સામનો કરવો પડશે. સાથે જ થોડા દિવસ બાદ ભેજવાળું વાતાવરણ પણ જોવા મળશે.
ગુજરાતમાં અગનવર્ષ સમાન ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાણી સંભાવના આદર્શાવવામાં આવી છે. તેમ જ આગમાઈ 3 દિવસ રાજ્યભરમાં આ તાપમાન યથાવત રહેવાની આગાહી ઈહવામાં વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા 3 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેની સાથે જ આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ અમદાવાદમાં 41.9 ડિગ્રી,ડીસામાં 41.7 ડિગ્રી,ગાંધીનગરમાં 41.8 ડિગ્રી,વડોદરામાં 41.4 ડિગ્રી,કંડલામાં 41.3 ડિગ્રી,અમરેલીમાં 42.5 ડિગ્રી,ભાવનગરમાં 40.0 ડિગ્રી,કેશોદમાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.