Home / Gujarat : IMD predicted heavy rain in these districts of Gujarat

Gujarat: આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat: આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યાં ક્યાં રેડ એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આઠમીથી 10મી જુલાઈની આગાહી

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે. 

Related News

Icon