Home / Gujarat : Meghmaher forecast again in the state, orange alert in these districts

રાજ્યમાં ફરી મેઘમહેરની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં ફરી મેઘમહેરની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, આજે બપોર સુધી મેઘરાજા થોડા ખમૈયા કરી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યા સુધી ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યાં તેજ પવન સાથે ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યભરમાં બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે. 

હવામાનની આગાહી

નોંધનીય છે કે, આવનારા બે દિવસમાં વરસાદમાં રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવાર અને ગુરૂવાર (9-10 તારીખ) દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ છે, જેથી ત્યાં મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદમાં રાહત મળશે. 

Related News

Icon