Home / India : Himachal Pradesh: 31 dead so far due to heavy rains, loss of Rs 300 crore

હિમાચલ પ્રદેશ: ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 31ના મોત, 300 કરોડનું નુકસાન

હિમાચલ પ્રદેશ: ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 31ના મોત, 300 કરોડનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. રાજ્યની આપદા વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે હિમાચલમાં 20 જૂન ચોમાસુ બેસી ગયા પછી 27 જૂન સુધી 31 લોકોના મોચ થયા હતા. 4 લોકો ગુમ છે, જ્યારે 66 લોકોને ઈજા પહોંચી છે. જેમાં સાપ કરડવાથી, ડુબવાથી, રોડ અકસ્માત સિવાય પાણીમાં તણાઈ જનારા લોકોના આંકડાનો સમાવેશ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અતિશય ભારે વરસાદના કારણે પ્રદેશને આ અઠવાડિયે 29.16 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન લોક નિર્માણ વિભાગ (PWD)ને થયું છે. 6 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે જ્યારે 8 ઘરોને નુકસાન પહોંચ્યું છે. 7 દુકાનો અને 8 ગૌશાળાઓમાં પાણીમાં તણાઈ ગઈ છે. જેમાં 37 પશુઓ તણાઈ ગયા છે. ભારે વરસાદને કારણે રાજ્યને અત્યાર સુધી 300 કરોડથી વધુનું નુકસાન થઇ ચૂક્યું છે.

રાજ્યમાં 53 રસ્તાઓ બંધ 

રાજ્યભરમાં 53 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ 135 વીજળી ટ્રાન્સફોર્મર અને 147 પીવાના પાણીની યોજનાઓ બંધ થવાને કારણે હજારો લોકોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે. રાજ્યમાં સૌથી વધુ નુકસાન કુલ્લુ જિલ્લામાં નોંધાયું છે, જ્યાં 23 રસ્તાઓ બંધ છે.

નિરમંડ અને અની સબ-ડિવિઝનમાં પાણી પુરવઠો અને વીજળી વ્યવસ્થા સંપૂર્ણપણ ખોરવાઈ ગઈ છે. જિલ્લામાં 74 ટ્રાન્સફોર્મર અને 118 પીવાના પાણીની યોજનાઓ બંધ પડી ગઈ છે. તો અહીં મંડી જિલ્લામાં 16 રસ્તાઓ બંધ છે અને 59  ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. કિન્નૌરમાં 33 પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે.

ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમાં પણ ખાસ કરીને 29 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. 

 

 

Related News

Icon