Home / Gujarat / Patan : Another mistake at Hemchandracharya North Gujarat University

Patan News: હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો, પરીક્ષાર્થીઓને 2024નું પેપર અપાયું

Patan News: હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો, પરીક્ષાર્થીઓને 2024નું પેપર અપાયું

Patan News: પાટણ જિલ્લાની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેની બેદરકારીને કારણે અવારનવાર સમાચારમાં આવતી હોય છે. એવામાં ફરી એક વખત યુનિવર્સિટી પરિક્ષામાં બેદરકારીને કારણે પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, વધુ એક પરીક્ષામાં વિદ્યાર્થીઓને જૂનું પેપર આપવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની છબરડાની પરમ્પરા યથાવતરુપે જોવા મળી રહી છે. એવામાં વધુ એક પરીક્ષામાં વિદ્યાર્થીઓને જૂનું પેપર આપ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. LLB સેમ 4ની પરીક્ષા ચાલી રહી છે તેમાં 2024નું પેપર નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. આખરે તપાસ સમિતિ બાદ આ પેપર હવે 23 મેના રોજ લેવામાં આવશે. ઊંઝા, કડી, મહેસાણા, પાટણ અને હિંમતનગરની કોલેજના પરિષદ કેન્દ્ર ઉપર 2024ના વર્ષનું પેપર અપાયું હતું.

Related News

Icon