ભારતે પાકિસ્તાન પર ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ આજે મોકડ્રિલ યોજવાની છે જેને પગલે અમદાવાદ પોલીસ એલર્ટ પર જોવા મળી છે. શહેરના જાહેર સ્થળો ઉપર પોલીસનું સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે. જેને લઈને પોલીસ સામાન્ય લોકોનું પણ ચેકિંગ કરી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પોલીસ દ્વારા એલર્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. કોઈ અણબનાવ ન બને તેને લઈને પણ પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુસાફરોના સામાનથી લઈને આઈડી પ્રૂફની પણ તપાસ પોલીસ કરી રહી છે.

