Home / Sports : Brian Lara made this record 21 years ago

Brian Lara એ 21 વર્ષ પહેલા બનાવ્યો હતો આ રેકોર્ડ, આજ સુધી નથી તોડી શક્યો કોઈ બેટ્સમેન

Brian Lara એ 21 વર્ષ પહેલા બનાવ્યો હતો આ રેકોર્ડ, આજ સુધી નથી તોડી શક્યો કોઈ બેટ્સમેન

ટેસ્ટ ફોર્મેટને ક્રિકેટનું સૌથી મુશ્કેલ ફોર્મેટ માનવામાં આવે છે, અહીં ખેલાડીની ખરી કસોટી થાય છે. એક ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલે છે. આવી સ્થિતિમાં, કોઈપણ ખેલાડીએ માનસિક અને શારીરિક રીતે મજબૂત રહેવું પડે છે, તો જ તે ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકે છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, રિકી પોન્ટિંગ, સ્ટીવ સ્મિથ, જેક કાલિસ વગેરે શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડીઓ રહ્યા છે. પરંતુ બ્રાયન લારા (Brian Lara) એ 21 વર્ષ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં જે રેકોર્ડ બનાવ્યો હતો તે આજ સુધી કોઈ બેટ્સમેન નથી તોડી શક્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

21 વર્ષ પહેલા 400 રનની ઈનિંગ રમી હતી

એપ્રિલ 2004માં, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી બ્રાયન લારા (Brian Lara) એ એવી ઈનિંગ રમી હતી જે આજે પણ યાદ કરવામાં આવે છે. તેણે ટેસ્ટ મેચમાં અણનમ રહીને 400 રન મોટી ઈનિંગ રમી હતી. તે ક્રિકેટ જગતનો એકમાત્ર બેટ્સમેન છે જે કોઈપણ ટેસ્ટ મેચમાં 400 રનની ઈનિંગ રમી શક્યો હતો. તેના સિવાય આજ સુધી કોઈ આ કામ નથી કરી શક્યું. ખાસ વાત એ છે કે આજના દિવસે, એટલે કે 12 એપ્રિલે, લારા (Brian Lara) એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 400 રનની ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડીઝની ટીમે 751 રન બનાવ્યા હતા

ઈંગ્લેન્ડ સામેની મેચમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું ત્યારે ડેરેન ગંગા માત્ર 10 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. આ પછી, બ્રાયન લારા (Brian Lara) ત્રીજા નંબરે ક્રીઝ પર આવ્યો અને 582 બોલમાં કુલ 400 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 43 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા અને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો. તેના સિવાય રિડલી જેકબ્સે મેચમાં 107 રનની ઈનિંગ રમી હતી. લારા (Brian Lara) ના કારણે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 751 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. આ પછી, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 285 રન પર સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 422 રન બનાવ્યા અને મેચ ડ્રો થઈ હતી.

ટેસ્ટ મેચમાં 400 રનની ઈનિંગ રમવી એ તો દૂરની વાત છે. બ્રાયન લારા (Brian Lara) પછી, કોઈપણ બેટ્સમેન ટેસ્ટમાં 390 રનનો સ્કોર પાર નથી કરી શક્યો. લારા (Brian Lara) પછી, ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ રમવાના મામલે બીજા સ્થાને છે. તેણે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં 380 રનની ઈનિંગ રમી હતી.

Related News

Icon