પાકિસ્તાન ક્રિકેટમાં અચાનક સંન્યાસની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને સ્પિન ઓલરાઉન્ડર ઈમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે પાકિસ્તાનના વધુ એક ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. આ ખેલાડીને વિશ્વનો સૌથી લાંબો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માનવામાં આવે છે. આ ખેલાડીએ 5 વર્ષ પહેલા પાકિસ્તાન માટે છેલ્લી મેચ રમી હતી, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રમી રહ્યો હતો.

