અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ નિઝર હાઇવે પર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતાં. નિઝર તાલુકાના સરવાળા અને દેવાળા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સરવાળા ગામના દગા વિઠ્ઠલ પટેલ અને દેવાળા ગામના સંદીપ સિતારામ ઠાકરેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ નિઝર પોલીસ ને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થઈ ગયાં હતાં.