
અમદાવાદમાં મહિલા કાર ચાલક દ્વારા અક્સ્માત સર્જ્યો છે. નારણપુરા પોસ્ટ ઓફિસ નજીક અક્સ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહિલા કાર ચાલકે બાઈક પર સવાર 2 યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજયું છે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અક્સ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ છે.
બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની છે. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયો છે.