
ગઢડામાં ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજકોટ-ભાવનગર હાઇવે પર થયેલા આ અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
ગઢડા તાલુકાના માંડવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું જયારે એક મહિલા ગંભીર રીતે ઘવાયો હતો. માંડવા ગામ નજીક રાજકોટ-ભાવનગર રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર થયેલી મહિલાને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.